/connect-gujarat/media/media_files/2025/01/24/rxqhF5mxk3Q5sFRFmGz4.jpg)
ભારતના ડી ગુકેશ ગુરુવારે FIDE (ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન)ની તાજેતરની રેન્કિંગમાં ચોથા સ્થાને આવી ગયો છે. તે હવે ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી બની ગયો છે. ગુકેશ અર્જુન ઇરિગાસીનું સ્થાન લીધું છે.18 વર્ષના ગુકેશે નેધરલેન્ડ્સમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. ટુર્નામેન્ટમાં આ તેની બીજી જીત હતી.
ગુકેશ પાસે હવે 2784 રેટિંગ પોઈન્ટ્સ છે, જ્યારે ઇરિગાસી, જે કેટલાક સમયથી ભારતનો નંબર વન ખેલાડી છે, તે 2779.5 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને સરકી ગયો છે. નોર્વેનો મેગ્નસ કાર્લસન 2832.5 પોઈન્ટ સાથે FIDE વર્લ્ડ ચેસ રેન્કિંગમાં ટોચ પર છે. અમેરિકન ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરા (2802) બીજા સ્થાને છે અને તેનો દેશબંધુ ફેબિયાનો કારુઆના (2798) ત્રીજા સ્થાને છે. હવે ગુકેશ ચોથા સ્થાને અને અર્જુન ઇરિગાસી પાંચમા સ્થાને છે.