/connect-gujarat/media/media_files/2025/03/30/pIsnKfwY12XKvOCg27S6.jpg)
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને તેમની બીજી કંપની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ને વેચી દીધી છે. આ એક ઓલ-સ્ટોક ડીલ છે, જે 33 બિલિયન ડોલર (લગભગ ₹2.82 લાખ કરોડ)માં થઈ છે. મસ્કે શુક્રવારે એક X પોસ્ટમાં આ માહિતી આપી.મસ્કે X પર લખ્યું- "xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે". આજે આપણે ઓફિશિયલી ડેટા, મોડેલ, કેપ્યુટ, વિગતો અને ટેલેન્ટને એક સાથે જોડી રહ્યા છીએ. આ બંનેનું સંયોજન xAIની એડવાન્સ AI કેપિસિટી અને કુશળતાને Xની વ્યાપક પહોંચ સાથે જોડીને ભવિષ્યની શક્યતાઓ પર કામ કરશે.કંબાઈન કંપની ટ્રુથ અને નોલેજને આગળ વધારવાના અમારા કોર મિશન માટે કામ કરતા કરોડો લોકોને વધુ સ્માર્ટ અને પોઝિટિવ એક્સપીયિયંસ આપશે. મસ્કે 2022માં ટ્વિટરને 44 બિલિયન ડોલર (વર્તમાન મૂલ્ય - ₹3.76 લાખ કરોડ) માં ખરીદ્યું. આ પછી, તેમણે પ્લેટફોર્મનું નામ બદલીને X કરવા સહિત અન્ય ઘણા ફેરફારો કર્યા હતા