સોનું ઓલટાઈમ હાઇ: સોનાનો ભાવ 62.5 તો ચાંદીનો ભાવ 74 હજારને પાર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી ગયું છે

સોનું ઓલટાઈમ હાઇ: સોનાનો ભાવ 62.5 તો ચાંદીનો ભાવ 74 હજારને પાર
New Update

20મી ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમત વધીને 46,837 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આજે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે રૂ. 388 મોંઘો થયો છે અને રૂ. 74,040 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. પહેલા તે 73,652 રૂપિયા હતો. આ મહિને 4 ડિસેમ્બરે ચાંદી 77 હજાર રૂપિયાને પાર કરી ગઈ હતી.

વર્ષ 2023ની શરૂઆતમાં સોનું 54,867 રૂપિયા પ્રતિ ગ્રામ હતું, જે હવે 62,449 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં તેની કિંમત રૂ. 7,582 (14%) વધી છે.

#bussiness news #સોનાનો ભાવ #Gold price #Today Silver Price #Silver Price #IBJA #જ્વેલર્સ એસોસિએશન
Here are a few more articles:
Read the Next Article