GOLD PRICE : સતત બીજા દિવસે સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો

સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટના સોનામાં 200 રુપિયાનો ઘટાડો આવ્યો હતો. 

New Update
gold

સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટના સોનામાં 200 રુપિયાનો ઘટાડો આવ્યો હતો. 

દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,830 છે. 22 કેરેટનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,940 છે. કોલકાતા અને મુંબઈમાં, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,790 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,680 છે. જ્યારે ચેન્નાઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,030 છે. 22 કેરેટનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,190 છે.અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,840 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹99,760 છે. એટલે અમદાવાદમાં સોનાના ભાવ સ્થિર રહ્યાં છે આજે કોઈ વધઘટ જણાઈ નથી. 

સોના-ચાંદીના ભાવને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે. 3 નિષ્ણાંતોએ લગભગ એક જ સૂરમાં જણાવ્યું કે સોના-ચાંદીના ભાવમાં કદી પણ મોટો ઘટાડો નહીં થાય. ચાર્ટર્ડ એકાઉન્ટ નિતિન કૌશિકે મોટી આગાહી કરી છે. સોનાના ભાવમાં ઘટાડો જોવાનું બંધ કરો, સોનાના ભાવમાં ક્યારેક પણ ઘટાડો આવવાનો નથી. તેમણે કહ્યું કે રોકાણકારોએ ફક્ત ટર્મ પ્રાઈસ મૂવમેન્ટ પર ધ્યાન ન આપવું જોઈએ.

Latest Stories