સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો, સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,00,000ને સ્પર્શ્યો

મંગળવારે સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને વટાવી ગઈ છે. MCX પર ફ્યુચર્સ ટ્રેડિંગમાં 22 એપ્રિલના રોજ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,00,000ને સ્પર્શ્યો હતો.

New Update
સોનામાં આવી જોરદાર તેજી 54 હજારને પાર પહોંચ્યું સોનું, છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં આવ્યો 7.38 ટકાનો વધારો

મંગળવારે સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને વટાવી ગઈ છે. MCX પર ફ્યુચર્સ ટ્રેડિંગમાં 22 એપ્રિલના રોજ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,00,000ને સ્પર્શ્યો હતો.

Advertisment

 નવેમ્બર 2003 બાદથી આ 17 ગણોથી વધુનો અદભૂત ઉછાળો છે. પીટીઆઈના સમાચાર અનુસાર, જ્યારે નવેમ્બર 2003માં એમસીએક્સ પર સોનું ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સોનાના વાયદામાં 5,858 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

સોનાએ છેલ્લા 21 વર્ષોમાં સતત સારું પ્રદર્શન કર્યું

સમાચાર અનુસાર, સોનાએ છેલ્લા 21 વર્ષોમાં મોટાભાગે સતત સારું પ્રદર્શન કર્યું છે. 2008ની નાણાકીય મંદી,  કોવિડ-19 સમયગાળો અને ટ્રમ્પ ટેરિફ યુદ્ધ જેવા કટોકટીના સમયમાં સોનાએ આકર્ષક વળતર આપ્યું છે. એપ્રિલ 2005માં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ વધીને રૂ. 6,267 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો અને તે પછીના વર્ષોમાં તેજીએ વેગ પકડ્યો હતો. 2008ના વૈશ્વિક નાણાકીય મંદી દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 10,000ને પાર કરી ગયા હતા.

2007ની સરખામણીમાં 22 ટકાથી વધુનો વધારો 

MCX પર રૂ. 11,424 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી, જે એપ્રિલ 2007ની સરખામણીમાં 22 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. એપ્રિલ 2010માં ધાતુ સતત વધીને રૂ. 17,208 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી હતી. સોનું 20,000 રૂપિયા પ્રતિ 10213માં મહત્ત્વના નિશાનને પાર કરી ગયું હતું. 2019, સોનાને મજબૂત ડોલર અને બદલાતી સેન્ટ્રલ બેંકની નીતિઓથી પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 27,000 અને રૂ. 32,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે વધઘટ થતો હતો.

Advertisment
Latest Stories