/connect-gujarat/media/media_files/2025/03/07/8p4mnh9CI1W9zFrJW0b7.jpg)
આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર, 15 એપ્રિલે સોનાની કિંમતમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે.
દેશના મોટાભાગના શહેરોમાં સોનું રૂ. 95,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીની કિંમત 99,800 રૂપિયા છે. આજે 15 એપ્રિલ 2025 મંગળવારના રોજ સોના અને ચાંદીના ભાવ અહીં જાણો.
મંગળવાર, 15 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ રૂ. 99,800 હતો. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.
મંગળવાર, 15 એપ્રિલ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 87,690 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 95,6500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 87,540 રૂપિયા અને 24 કેરેટ સોનું 95,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
બુલિયન માર્કેટ દ્વારા આજે મંગળવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price Today) આજે 15 એપ્રિલ, 2025ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 87,350, 24 કેરેટનો ભાવ રૂ. 95, 330 અને 18 ગ્રામ સોનાનો ભાવ રૂ.71, 470 રુપિયા ટ્રેડ થઈ રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 99,800 છે.