ભારતમાં સોનાના ભાવ ફરી એકવાર વધ્યા, 10  ગ્રામ સોનાનો ભાવ 1 લાખને વટાવી ગયો

ભારતમાં સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે 13 ઓગસ્ટ 2025 ના રોજ 10  ગ્રામ સોનાનો ભાવ 1 લાખને વટાવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના

New Update
gold

ભારતમાં સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે 13 ઓગસ્ટ 2025 ના રોજ 10  ગ્રામ સોનાનો ભાવ 1 લાખને વટાવી ગયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અહેવાલ મુજબ, 24  કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 100,630 રૂપિયા થઈ ગયો છે. માત્ર સોનું જ નહીં પણ ચાંદીમાં પણ વધારો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ 1.650% વધીને 115,690  રૂપિયા થઈ ગયો છે.

પાછલા દિવસની વાત કરીએ તો, સોનાનો ભાવ 0.31 % ના વધારા સાથે 100,250 રૂપિયા / 10 ગ્રામ હતો. આજે ભાવ 0.38 % વધીને 100,630 રૂપિયા થઈ ગયા છે. ચાંદીની વાત કરીએ તો, એક દિવસ પહેલા ભાવ 1.33 % વધ્યા હતા. આજે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 1.650 % વધ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 115,690 રૂપિયા પ્રતિ કિલો છે. 999 શુદ્ધતા ધરાવતું સોનું હાલમાં 10,000 રૂપિયા પ્રતિ ગ્રામથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 995  શુદ્ધતા ધરાવતું સોનું 9966 રૂપિયા પ્રતિ ગ્રામ પર ઉપલબ્ધ છે.

ભારતના મહાનગરોમાં સોનાના ભાવ

મુંબઈમાં 24 કેરેટ સોનાના ભાવ 40 રૂપિયા વધીને 103,788 રૂપિયા/10 ગ્રામ થયા

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના ભાવ 38 રૂપિયા વધીને 99,350 રૂપિયા/10 ગ્રામ થયા

દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 40 રૂપિયા વધીને 104,091 રૂપિયા/10 ગ્રામ થયા

હૈદરાબાદમાં 24 કેરેટ સોનાના ભાવ 39 રૂપિયા વધ્યા, ભાવ 99,148 રૂપિયા/10 ગ્રામ થયા

જયપુરમાં સોનું 40 રૂપિયા મોંઘુ થયું, ભાવ 102,537 રૂપિયા/10 ગ્રામ થયા

લખનૌમાં સોનાના ભાવ 39 રૂપિયા વધ્યા, ભાવ 100,863 રૂપિયા/10 ગ્રામ થયા

Latest Stories