/connect-gujarat/media/media_files/2025/08/14/gold-2025-08-14-20-44-58.jpg)
ભારતીય શેરબજાર અને સોનાના ભાવમાં સામાન્ય રીતે એકબીજાથી વિરુદ્ધ રીતે વધઘટ થતી રહે છે.
જ્યારે માર્કેટમાં તેજી રહે છે ત્યારે સોનાના ભાવ એટલા જ રહે છે અથવા તેમાં ઘટાડો થાય છે. તેનાથી વિરુદ્ધ , જો માર્કેટમાં મંદી આવે તો સોનાના ભાવોમાં લગભગ વધારો થતો હોય છે.
ટેરિફના નવાં નિયમો લાગ્યા બાદ ઓગસ્ટ 2025માં પણ ભારતીય શેરબજારમાં આશરે 1.50 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આ સમયે સોનામાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ગત એક મહિનામાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં માર્કેટનો મુખ્ય સેન્સેક્સ લગભગ 1,375.93થી તૂટીને 79,809.65ના આંકડા પર આવી ગયો છે. નીફ્ટી 50 પણ આશરે 1.38 ટકા ઘટીને 24,426.85 પર આવી છે. સાથે જ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રોકાણ ઓછું કર્યું છે.
ગત એક મહિનામાં ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર 3 ઓક્ટોબર 2025ના રોજ એક્સપાયર થનારા ગોલ્ડ કોન્ટ્રાક્ટની કિંમત 31 જુલાઈ 2025એ 98,769 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એક મહિનાના અંતે, એટલે કે 29 અગસ્ત 2025ના રોજ આ કોન્ટ્રાક્ટની કિંમત વધીને 1,03,824 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે.