Gold Rate Today : સોનું ફરી થયું સસ્તું, આજે ફરી ઘટ્યા ભાવ

પ્રોફિટ બુકિંગ અને અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલી વેપાર વાટાઘાટોના કારણે સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ સોનું

New Update
gold rate

પ્રોફિટ બુકિંગ અને અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલી વેપાર વાટાઘાટોના કારણે સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ હવે તે રેકોર્ડ સ્તરથી 5% થી વધુ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. લગભગ 10 દિવસ પહેલા 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,770 સુધી પહોંચ્યો હતો, પરંતુ હવે તે લગભગ ₹1,25,000 સુધી આવી ગયો છે. 

રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹10 ઘટ્યો છે. જો કે પાછલા સપ્તાહમાં તેમાં ₹115 નો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ 20 થી 24 ઓક્ટોબર દરમિયાન તેમાં કુલ ₹5,950 નો ઘટાડો થયો હતો. ચાંદીની વાત કરીએ તો, બે દિવસની સ્થિરતા પછી આજે તેમાં ફરી ઘટાડો નોંધાયો છે.બે દિવસની સ્થિરતા પછી આજે ચાંદીના ભાવમાં પણ નબળાઈ જોવા મળી છે. દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ ₹100 પ્રતિ 10 ગ્રામ ઘટીને ₹1,54,900 પર આવી ગયો છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી સમાન ભાવે વેચાઈ રહી છે, જ્યારે ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી છે અહીં તેનો ભાવ ₹1,69,900 પ્રતિ કિલો છે.અહેવાલો અનુસાર સોનું છેલ્લા 10 દિવસમાં રેકોર્ડ સ્તરથી 5% સસ્તું થયું. ચાંદીમાં પણ ઘટાડો થતાં આજે ₹100 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. ચારેય મુખ્ય મેટ્રોમાં સૌથી મોંઘું સોનું દિલ્હીમાં અને સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં છે.

Latest Stories