Connect Gujarat
બિઝનેસ

બજારમાં જોવા મળી હરિયાળી, સેન્સેક્સ 58,300ને પાર ખુલ્યો, નિફ્ટીમાં પણ તેજી

શેરબજારની મજબૂત શરૂઆત ના સંકેતો પ્રી-ઓપન થી જ મળ્યા હતા. બજારની શરૂઆતમાં મિડકેપમાં પણ તેજી જોવા મળી

બજારમાં જોવા મળી હરિયાળી, સેન્સેક્સ 58,300ને પાર ખુલ્યો, નિફ્ટીમાં પણ તેજી
X

શેરબજારની મજબૂત શરૂઆત ના સંકેતો પ્રી-ઓપન થી જ મળ્યા હતા. બજારની શરૂઆતમાં મિડકેપમાં પણ તેજી જોવા મળી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ગઈકાલની રજા બાદ આજે બજારની તેજીની સાથે શરૂઆત થઈ છે.

બેંક નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત થઈ છે.શેરબજારમાં આજે BSEનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 248.58 પોઈન્ટ એટલે કે 0.43 ટકાના વધારા સાથે 58,314 પર ખુલ્યો છે. NSE નો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટીએ 104.95 પોઈન્ટ એટલે કે 0.61 ટકાના વધારા સાથે 17,379 પર ટ્રેડિંગની શરૂઆત કરી છે. આજે ફાઈનાન્સિયલ શેરોમાં લાઈટ વેચાણ (Light selling) જોવા મળી રહ્યું છે, જોકે તે લીલા નિશાનમાં છે. આજે FMCGમાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે અને અન્ય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ તેજીના લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ 1.90 ટકાની મજબૂતી મીડિયા શેરોમાં જોવા મળી રહી છે. આઇટી, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર સૌથી ટોપ પર છે.સેન્સેક્સમાં આજે 30માંથી 7 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 23 શેરોમાં ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 46 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 4 શેર ઘટાડાની સાથે ટ્રેડ થઈ રહ્યા છે.શેરબજારમાં આજે પ્રી-ઓપનિંગમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને ઉછાળાની સાથે કારોબાર કરતા જોવા મળ્યા. BSE નો સેન્સેક્સ 218 પોઇન્ટ વધીને 0.38 ટકાની તેજી સાથે 58,284ના સ્તરે જોવા મળ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 86 પોઈન્ટ એટલે 0.50 ટકાના વધારા સાથે 17,360ના સ્તર પર હતો

Next Story