ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ભાવ 70 રૂપિયે કિલોએ પહોંચ્યો

New Update
ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ભાવ 70 રૂપિયે કિલોએ પહોંચ્યો

રાજ્યના મોટા ભાગનાં શહેરમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં 35ની કિલો વેચાતી ડુંગળી હવે 70 એટલે કે ડબલ ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં છે. જોકે મિશ્ર વાતાવરણના કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories