ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે એક ખાસ માહિતી સામે આવી છે. આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. IT વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે માહિતી મળી છે જેમણે તેમના રિટર્નમાં માહિતીમાં નથી અથવા તો તેમણે ITR ફાઈલ કર્યું નથી. વિભાગ દ્વારા આ લોકોને તેમની ભૂલો સુધારવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. તેઓ ITR – U ભરીને આ ભૂલોને સુધારી શકે છે.આવકવેરા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા કરદાતાઓએ આવકવેરા રિટર્નમાં થર્ડ પાર્ટી પાસેથી મળેલા વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે સાચી માહિતી આપી નથી. ઘણા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું નથી. આવકવેરા વિભાગે આ લોકોની ઓળખ કરી લીધી છે. આ ઉપરાંત 31મી માર્ચ સુધી ભૂલો સુધારવાની તક પણ આપવામાં આવી છે. આ માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને આ જાણ પણ કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગે છેલ્લી તક આપી, આ તારીખ સુધીમાં અપડેટ ITR નહીં ભરનાર મુશ્કેલીમાં મુકાશે
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે એક ખાસ માહિતી સામે આવી છે. આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે.
New Update
Latest Stories