ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે કરોડના મોટા સોદા પર કર્યા હસ્તાક્ષર

આજે ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા 63,000 કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ

New Update
rifal

આજે ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા 63,000 કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યાં નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા. 

ભારતીય નૌકાદળના કાફલામાં 26 રાફેલ મરીન એરક્રાફ્ટ સામેલ થશે.  રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ કે. સ્વામીનાથનની હાજરીમાં આ કરારની આપ-લે કરવામાં આવી હતી.

એક તરફ ભારત પહેલગામ હુમલાના દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવામાં વ્યસ્ત છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે સૌથી મોટી ડિફેન્સ ડીલ થઈ  છે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. આ ડીલ લગભગ 63 હજાર કરોડ રૂપિયાની છે. આ 26 રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ ભારતીય નેવી માટે હશે. આ ડીલને થોડા સમય પહેલા સંરક્ષણ પરની કેબિનેટ કમિટીએ મંજૂરી આપી હતી. આ અંતર્ગત ફ્રાન્સ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વિન-સીટર રાફેલ આપશે.