Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17750 ને પાર

ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17750 ને પાર
X

ભારતીય શેરબજારોને આજે વૈશ્વિક બજારમાંથી કોઈ સમર્થન નથી મળી રહ્યું અને શેરબજાર સપાટ નોટ પર ખુલ્યું છે. આજે મારુતિ સુઝુકીના પરિણામ પહેલા શેરમાં હલચલ જોવા મળી રહી છે અને આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજે સ્થાનિક શેરબજારની મુવમેન્ટ ઘણી ધીમી હતી અને નિફ્ટી લગભગ ફ્લેટ ખુલ્યો હતો. BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 42.73 પોઈન્ટ ના મામૂલી ઘટાડા સાથે 60,087.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આ સિવાય NSE નો નિફ્ટી માત્ર 1.95 પોઈન્ટ ઘટીને 17,767.30 ના સ્તર પર ખુલ્યો છે અને તેણે સપાટ શરૂઆત દર્શાવી છે. બજારની શરૂઆતમાં 780 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને લગભગ 450 શેરમાં ઘટાડો નોંધાયો હતો. એડવાન્સ ડિક્લાઈન રેશિયો વધતા શેરોનું વર્ચસ્વ હતું.

ટીસીએસ, આઇશર મોટર્સ, ભારતી એરટેલ, એલએન્ડટી, હીરો મોટોકોર્પ નિફ્ટી પર ટોચના વધનારા સ્ટોક હતા, જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હિન્દાલ્કો, બજાજ ઓટો, ડિવિસ લેબ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટ્યા હતા.

Next Story