Connect Gujarat
બિઝનેસ

આજે ભારતીય બજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 50 પોઈન્ટ અપ

આજે ભારતીય બજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 50 પોઈન્ટ અપ
X

એશિન બજારમાં મિશ્ર વલણ અને અમેરિકન બજારમાંથી કોઈ ખાસ સંકેત ન મળતા આજે ભારતીય શેરબજારમાં લગભગ સપાટ શરૂઆત થઈ છે.

મિશ્ર એશિયાઈ સંકેતો વચ્ચે 17 જાન્યુઆરીએ ભારતીય સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. સેન્સેક્સ 41.64 પોઈન્ટ અથવા 0.07% વધીને 60134.61 પર હતો અને નિફ્ટી 10.40 પોઈન્ટ અથવા 0.06% વધીને 17905.20 પર હતો. લગભગ 1153 શેર વધ્યા છે, 739 શેર ઘટ્યા છે અને 169 શેર યથાવત છે.

એચયુએલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં તેજી જોવા મળી હતી, જ્યારે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં મંદીની ચાલ જોવા મળી હતી.

Next Story