ભારતીય બજારમાં વર્ષના પ્રથમ સેશનમાં મંદી સાથે શરૂઆત,સેન્સેક્સ 30 પોઈન્ટ અપ, નિફ્ટી 18150 આસપાસ ખુલ્યો

New Update
સપ્તાહના બીજા દિવસે બજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 218 અને નિફ્ટીમાં 76 પોઈન્ટનો વધારો...

ભારતીય શેરબજાર આજે સવારે વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશન માટે ખુલશે ત્યારે રોકાણકારો પર બેવડા દબાણની શક્યતા જોવા મળી રહી છે. એક તરફ તેઓ વર્ષના પ્રથમ દિવસે સકારાત્મક સેન્ટિમેન્ટ સાથે માર્કેટમાં જવા ઈચ્છે છે, પરંતુ બીજી તરફ વૈશ્વિક બજારમાં વેચવાલીનું દબાણ પણ જોવા મળશે. જેના કારણે આજે ભારતીય બજારમાં વર્ષના પ્રથમ સેશનમાં મંદી સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60840.74ની સામે 30.50 પોઈન્ટ વધીને 60871.24 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18105.3ની સામે 26.40 પોઈન્ટ વધીને 18131.7 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42986.45ની સામે 51.80 પોઈન્ટ વધીને 43038.25 પર ખુલ્યો હતો.

શુક્રવારે જ્યારે બજાર બંધ થયું હતું ત્યારે બીએસઈ પર નોંધાયેલ તમામ કંપનીની માર્કેટ કેપ 28251541 કરોડ રૂપિયા હતી જે આજે બજાર ખુલતાંની સાથે જ વધીને 28356559 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ બજાર ખુલતાં જ રોકાણકારોને 1,05,018 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

ગયા સપ્તાહે વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ પણ ઘટાડા સાથે બંધ થયો હતો. ત્યારબાદ સેન્સેક્સ 293 પોઈન્ટ ઘટીને 60,841 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ ઘટીને 18,105 પર બંધ થયો હતો.