Connect Gujarat
બિઝનેસ

ભારતીય બજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 67 પોઈન્ટ અપર, નિફ્ટીમાં 18300 આસપાસ શરૂઆત

ભારતીય બજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 67 પોઈન્ટ અપર, નિફ્ટીમાં 18300 આસપાસ શરૂઆત
X

આજે ભારતીય બજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારમાં ખાસ કરીને ચીનમાં રિકવીરના સંકેત જોવા મળી રહ્યા છે જેના કારણે એશિયન બજારમાં પણ રિકવરી જોવા મળી રહી છે જેની સીધી અસર ભારતીય બજાર પર પણ શરૂઆતમાં જોવા મળી રહી છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61337.81ની સામે 67.99 પોઈન્ટ વધીને 61405.8 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18269.00ની સામે 19.10 પોઈન્ટ વધીને 18288.1 પર ખુલ્યો હતો.

આજના કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે. જોકે એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદીને સપોર્ટ મળી રહ્યો છે. બેન્ક અને ફાર્મા ઈન્ડેક્સ પણ નિફ્ટી પર લાલ નિશાનમાં છે. જોકે મેટલ, ફાઈનાન્શિયલ અને ઓટો ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે.

હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 21 શેરો લીલા નિશાનમાં છે. જ્યારે 9માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, સન ફાર્મા, ટાટા મોટર્સ, HDFC બેન્ક, TCS, વિપ્રો, L&T, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ ગેઇનર્સમાં Airtel, ITC, BAJAJFINSV, M&M, HUL, NTPC, મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.

Next Story