Connect Gujarat
બિઝનેસ

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે ભારતીય બજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 78 પોઈન્ટ અપ, નિફ્ટી 17900 ને પાર

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે ભારતીય બજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 78 પોઈન્ટ અપ, નિફ્ટી 17900 ને પાર
X

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ છે.આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60691.54ની સામે 78.89 પોઈન્ટ વધીને 60770.43 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17844.6ની સામે 61.20 પોઈન્ટ વધીને 17905.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40701.7ની સામે 83.20 પોઈન્ટ વધીને 40784.9 પર ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને કોસ્પી મામૂલી મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યારે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ FUT, NASDAQ FUT નીચે ટ્રેડ કરી રહ્યાં છે.

SGX નિફ્ટીએ પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં ભારતીય શેરબજારની શરૂઆત સપાટ રહેવાની ધારણા છે.

Next Story