New Update
/connect-gujarat/media/media_files/G2hwlSXGC1NKmZYzpK4J.jpg)
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. સેન્સેક્સ 167 પોઈન્ટ તૂટ્યો, જયારે નિફ્ટી 24,811.55 પર ખુલ્યો.
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 30 મેએ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં જતા રહ્યા. BSE પર સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,465.69 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.09 ટકાના ઘટાડા સાથે 24,811.55 પર ખુલ્યો.
આજે અદાણી ગ્રુપના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ તેજી અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવરમાં જોવા મળી. બજારમાં ઘટાડા છતાં, સુઝલોન એનર્જીનો શેર 14% વધ્યો. ગઈકાલે જાહેર થયેલા ઉત્તમ ત્રિમાસિક પરિણામો પછી શેરમાં તેજી જોવા મળી રહી છે.