/connect-gujarat/media/media_files/2025/01/17/BrVcmiCzpK8Sjzx3YgIz.jpg)
સપ્તાહના બીજા દિવસે અને ટ્રેડિંગના પહેલા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત પોઝિટિવ સંકેત સાથે થઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં આવેલી નરમાશને લીધે રોકાણકારોને રાહત મળી છે.
મંગળવારે એટલે કે સપ્તાહના બીજા દિવસે અને 3 દિવસ બજાર બંધ રહ્યા પછી આજે ગ્રીન ઝોનમાં સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત થઈ છે. ભારતીય શેરબજારમાં પોઝિટિવ સંકેત જોવા મળ્યા છે.ઇલેક્ટ્રોનિક્સ પરના ટેરિફ પર રોક લગાવવાથી વિશ્વભરના બજારોમાં તેજી આવી છે. ભારતમાં પણ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ બે ટકા વધ્યા છે. નિફ્ટી ઓટો, નિફ્ટી બેંક અને નિફ્ટી રિયલ્ટીમાં 2-2 ટકાથી વધુનો ઉછાળો સાથે દરેક ક્ષેત્રીય નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે. એકંદરે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 6.44 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે જેનો અર્થ એ થયો કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 6.44 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.BSE સેન્સેક્સ હાલમાં 1605.57 પોઈન્ટના વધારા સાથે 762.83 પર છે અને નિફ્ટી 50 477.05 પોઈન્ટના વધારા સાથે 23305.80 પર છે. ઇન્ટ્રા-ડે સેન્સેક્સ 76907.63 અને નિફ્ટી 23368.35 પર પહોંચી ગયો હતો એટલે કે આજે સેન્સેક્સ 1750.37 પોઈન્ટ અને નિફ્ટી 50 539.8 પોઈન્ટ વધ્યો હતો.