આજે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 90 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18150 નીચે

New Update
આજે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 90 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18150 નીચે

વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું, પરંતુ આજે ફરીવાર વૈશ્વિક બજારની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61167.79ની સામે 92.91 પોઈન્ટ ઘટીને 61074.88 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18197.45ની સામે 34.25 પોઈન્ટ ઘટીને 18163.2 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 43203.1ની સામે 51.65 પોઈન્ટ ઘટીને 43151.45 પર ખુલ્યો હતો.

Latest Stories