/connect-gujarat/media/media_files/2025/11/04/css-2025-11-04-10-58-39.jpg)
Stock Market માં છેલ્લા થોડા દિવસથી ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી બંને ઇંડેક્સ આખો દિવસ અલગ જ ઝોનમાં નજર આવ્યા. મહિનાના પહેલા જ કારોબારી દિવસે જ્યાં તે શરૂઆતમાં તૂટતાં નજર આવ્યા ત્યાં જ દિવસ ચડતા તે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતાં નજર આવ્યા. છેલ્લા થોડા સમયથી US market થી માંડીને Asian Marketમાં સુસ્તી જોવા મળી રહી છે.
સોમવારે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી થોડા વધારા સાથે બંધ થયા. મંગળવારે, ભારતીય બજાર માટે વિદેશથી નકારાત્મક સંકેતો આવી રહ્યા હતા, અને આ સ્પષ્ટ હતું. સેન્સેક્સ અને નિફ્ટી પણ આજે સુસ્ત વલણ સાથે ખુલ્યા. જ્યારે નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યો, ત્યારે સેન્સેક્સ થોડો વધારા સાથે ખુલ્યો અને પછી લપસ્યો.
અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે મંગળવારે શેરબજાર માટે વિદેશથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. યુએસ માર્કેટ પણ રેડ ઝોનમાં છે તો સાથે એશિયાના માર્કેટ ભારતનું માર્કેટ પણ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. વાત કરીએ આજની તો આજે મંગળવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 18 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2 પોઈન્ટના થોડા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. BSE સેન્સેક્સ 84000 પર ગ્રીન ઝોનમાં ખુલ્યો પણ તરત જ થોડી જ મિનિટોમાં તે પણ રેડ ઝોનમાં આવી ગયો અને 83,923 પર ટ્રેડ કરતો જોવા મળ્યો. NSE નિફ્ટી 25,744 પર ખુલ્યો અને પછી 25722 પર નીચે આવ્યો. 15 મિનિટના ટ્રેડિંગ પછી સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.