ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ બજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

આ સપ્તાહે બજારે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા સત્રમાં પણ બજાર સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે પણ શેરબજાર તેના સર્વોચ્ચ સ્તરે ખુલ્યું હતું.

New Update
Share Up

આ સપ્તાહે બજારે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા સત્રમાં પણ બજાર સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે પણ શેરબજાર તેના સર્વોચ્ચ સ્તરે ખુલ્યું હતું.

જોકે બપોર બાદ થોડો ઘટાડો નોંધાયો હતો અને અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. આજે સેન્સેક્સ 210.45 પોઈન્ટ અથવા 0.27% ઘટીને 79,032.73 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 33.90 પોઈન્ટ ઘટીને 24,010.60ની સપાટીએ રહ્યો હતો.

જો સેક્ટરની વાત કરીએ તો આજે હેલ્થકેર, મેટલ, પીએસયુ બેંક, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી ઈન્ડેક્સ 0.5-1 ટકા વધ્યા છે. તે જ સમયે, બેંક ઇન્ડેક્સ 1 ટકા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

નિફ્ટી પર, ONGC, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને ટાટા મોટર્સના શેર્સ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે લુઝર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક હતા.

સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, મારુતિ, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે અને ટાઈટનના શેરમાં તેજી જોવા મળી હતી.

Latest Stories