Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પ્રારંભે બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ, જાણો ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ

વૈશ્વિક સ્તરે થી મળેલા સુસ્ત પરિણામોને પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસને લઈને ભારતીય શેર બજારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો

સપ્તાહના પ્રારંભે બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ, જાણો ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
X

વૈશ્વિક સ્તરે થી મળેલા સુસ્ત પરિણામોને પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસને લઈને ભારતીય શેર બજારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો. નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું. 30 અંક વાળો સેન્સેક્સ 93.48 પોઈન્ટના ઘટાડા સાથે 58,747.31 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળા નિફ્ટીમાં તેજી જોવા મળી અને તે 10 અંક ચડીને 17,540.65 ના સ્તરે ખુલ્યો.

શરૂઆતના વેપારમાં સેન્સેક્સના 30માંથી 16 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. આજે સવારે ભારતીય શેરબજારોની સ્થિતિ જોઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી હાલ 166.67 પોઈન્ટના વધારા સાથે 59007.46ના સ્તરે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 55.50 ના વધારા સાથે 17586.30ના સ્તરે જોવા મળી રહ્યો છે. નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઓએનજીસી, M&M, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં M&M, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ,બજાર ખુલતા જ જે શેરમાં કોહરામ મચ્યો છે તેમાં નિફ્ટી ટોપ લૂઝર્સ માં અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ટાટા મોટર્સ શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સ માં અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ડો.રેડ્ડીઝ લેબ, મારુતિ સુઝુકી શેર જોવા મળી રહ્યા છે.

Next Story