Connect Gujarat
બિઝનેસ

માઈક્રોસોફ્ટએ આઈફોન બનાવતી કંપની એપલને પછાડી, વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની

માઈક્રોસોફ્ટએ આઈફોન બનાવતી કંપની એપલને પછાડી,  વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની
X

ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ આઈફોન બનાવતી કંપની એપલને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આઇફોનના ગ્રોથને લઇને વધી રહેલી ચિંતાઓને કારણે તાજેતરના સમયમાં એપલના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે માઇક્રોસોફ્ટનું મૂલ્ય એપલ કરતાં વધુ થયું છે. રોયટર્સે ટ્વિટ કરી આ માહિતી શેર કરી છે.

AI ના વધતા વલણે તાજેતરમાં માઇક્રોસોફ્ટના શેર તરફ રોકાણકારોનું ધ્યાન વધુને વધુ ખેંચ્યું છે. આજના ટ્રેડિંગ સેશનમાં માઈક્રોસોફ્ટના શેરમાં 1.6 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેના કારણે તેની વેલ્યુએશન વધીને 2.875 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. તો બીજી તરફ, એપલના શેરમાં 0.9 ટકાનો ઘટાડો થયો છે. તેનું વેલ્યુએશન ઘટીને 2.871 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. જો આ વર્ષની વાત કરીએ તો એપલના શેરમાં 3.3 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટના શેરમાં 1.8 ટકાનો વધારો થયો છે.

Next Story