મહિલા દિવસ પર મોદીની ભેટ, રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો

New Update
મહિલા દિવસ પર મોદીની ભેટ, રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે.આ પગલું પર્યાવરણની સુરક્ષા કરવામાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે.આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશની મહિલાઓને મોટી ભેટ આપી છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીએ મહિલાઓને શુભકામના પાઠવી હતી.

મોદીએ કહ્યું- અમે મહિલા શક્તિની તાકાત, હિંમત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે

Latest Stories