તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો

જૂન મહિનાની પહેલી તારીખ દેશના નાના અને મોટા રેસ્ટોરાં, ઢાબા અને હોટલો માટે રાહતના સમાચાર લઈને આવી છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના

New Update
lpg ges

જૂન મહિનાની પહેલી તારીખ દેશના નાના અને મોટા રેસ્ટોરાં, ઢાબા અને હોટલો માટે રાહતના સમાચાર લઈને આવી છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર 1,723.50 રૂપિયામાં મળશે. આ નવી કિંમતો 1 જૂનથી અમલમાં આવશે.

આ સતત બીજો મહિનો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મે મહિનાની શરૂઆતમાં પણ કંપનીઓએ પ્રતિ સિલિન્ડર 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આની સીધી અસર હોટલ, રેસ્ટોરાં અને ખાદ્ય ઉદ્યોગ જેવી સેવાઓ પર પડશે, જ્યાં આ ગેસનો ઉપયોગ મોટા પાયે થાય છે.

માત્ર કોમર્શિયલ ગેસ જ નહીં, પરંતુ હવાઈ ફ્લાઇટ્સ માટે વપરાતો એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પણ સસ્તો થયો છે. તેની કિંમતમાં 4.4 ટકા એટલે કે પ્રતિ કિલોલીટર 3,954.38 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ATF ની નવી કિંમત 85,486.80 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સ માટે આ મોટી રાહત છે, કારણ કે તેમના ખર્ચમાં ઈંધણનો હિસ્સો 30 ટકા છે.