વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો, નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો

અમેરિકા ને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરથી વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો થયો છે. એશિયામાં નિક્કી 3 ટકા ઘટ્યો છે.

New Update
Indian stock market

અમેરિકા ને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરથી વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો થયો છે. એશિયામાં નિક્કી 3 ટકા ઘટ્યો છે. ડાઉ ફ્યુચર્સ પણ 500 પોઈન્ટથી વધુ તૂટ્યા. બીજી તરફ ગઈકાલે યુએસ બજાર તીવ્ર વધઘટ પછી ભારે ઘટાડા સાથે બંધ થયું હતું.

Advertisment

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટેરિફ વોરની અસર વૈશ્વિક બજર સાથે ભારતીય બહાર પર પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત પણ આરબીઆઇના રેપો રેટના નિર્ણય પહેલા જ શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. રોકાણકારોમાં દહેશતનો માહોલ છે. અને આ વચ્ચે આજે અથવડિયાના 3 જ દિવસે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 364.27 પોઈન્ટના ઘટાડા સાથે 73862.81 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 115.15 પોઈન્ટના ઘટાડા સાથે 22420.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીમાં HUL, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, સિપ્લા, ઓએનજીસી નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા હતા.

Advertisment
Latest Stories