શેરબજારમાં ઘટાડો આજે પણ ચાલુ છે. આજે એટલે કે મંગળવાર, 5 નવેમ્બરે BSEનો 30 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 78542 ના સ્તરે ખુલ્યો. જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 50 એ 78 અંકોની નબળાઈ સાથે 23916 ના સ્તર પર આજના કારોબારની શરૂઆત કરી છે.
BSE Sensex તેના અગાઉના 78,782.24 ના બંધની તુલનામાં ઘટાડા સાથે 78,542 ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, NSE Niftyએ પણ તેના પાછલા બંધ 23,995.35ની સરખામણીમાં 78 પોઈન્ટ ઘટીને 23,916ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 1400 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, જ્યારે આખા દિવસના ઘટાડા વચ્ચે નિફ્ટી 450 પોઈન્ટ્સ લપસી ગયો હતો.