New Update
/connect-gujarat/media/media_files/2025/11/01/scssss-2025-11-01-10-43-51.jpg)
આજના સમયમાં ઓનલાઈન બેંકિંગની સુવિધા વરદાનરુપ સાબિત થઈ રહી છે, જો કે આ સુવિધાની સાથે સાથે ફ્રોડના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે, ત્યારે સાયબર ગુનાઓને અટકાવવા માટે RBIએ મોટો આદેશ આપ્યો હતો, જેના પગલે દેશની અનેક બેંકોએ મોટો ફેરફાર કર્યો છે.
દરેક લોકો પોતાના બેંકની માહિતી કે પોતાના ખાતાની અપડેટ માટે ઓનલાઈન બેંકની વેબસાઈની મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે ગ્રાહકોએ પોતાની બેંકોની નવી વેબસાઈટ અથવા ડોમેન યાદ રાખવું પડશે નહીંતર છેતરપિંડી પણ થઈ શકે છે. RBIના આદેશ બાદ અનેક બેંકોની વેબસાઈટ બદલી ગઈ છે.
RBIના આદેશ બાદ SBI, PNB, HDFC સહિત સરકારી અને ખાનગી બેંકો વેબસાઇટના ડોમેન અથવા URL એડ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી બેંક ફ્રોડ કેસોમાં વધારો થયો છે, જેના કારણે આરબીઆઈએ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે. ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અટકાવવા તેમજ ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે આ સુરક્ષાભર્યું પગલું લેવાયું છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/01/scs-2025-11-01-10-40-52.jpg)
અગાઉ RBI એ 21 એપ્રિલ, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંકોએ તેમના હાલના ડોમેનને '.bank.in' ડોમેનમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે અને કોઈપણ સંજોગોમાં 31 ઓક્ટોબર, 2025 પહેલાં પૂર્ણ કરવાની રહેશે.
Latest Stories