Connect Gujarat
બિઝનેસ

RBI એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની કરી જાહેરાત

RBI એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની કરી જાહેરાત
X

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. RBIએ મંગળવારે કહ્યું કે, તે 1 ડિસેમ્બરથી રિટેલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) માટે પાઇલટ પ્રોજેક્ટ લાવશે. RBIએ કહ્યું કે, ડિજિટલ રૂપિયો ડિજિટલ ટોકનના રૂપમાં હશે, જે કાનૂની ટેન્ડર રહેશે. RBI એ કહ્યું છે કે, તે 1 ડિસેમ્બરે રિટેલ ડિજિટલ રૂપિયા (e₹-R) માટે પ્રથમ તબક્કો શરૂ કરશે.

RBIએ એ પણ માહિતી આપી હતી કે, ડિજિટલ રૂપિયો એ જ મૂલ્યમાં જારી કરવામાં આવશે જેમાં હાલમાં પેપર કરન્સી અને સિક્કા જારી કરવામાં આવે છે. RBIએ કહ્યું કે, 1 ડિસેમ્બરે આ પરીક્ષણ ક્લોઝ્ડ યુઝર ગ્રુપ (CUG) માં પસંદગીના સ્થળો પર કરવામાં આવશે. આમાં ગ્રાહક અને બેંક વેપારી બંનેનો સમાવેશ થશે.

વપરાશકર્તાઓ સહભાગી બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા અને મોબાઇલ ફોનમાં સંગ્રહિત ડિજિટલ વોલેટ્સ દ્વારા e-R (e₹-R) સાથે વ્યવહાર કરી શકશે. RBIએ કહ્યું કે, વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ (P2P) અને વ્યક્તિથી વેપારી (P2M) બંને હોઈ શકે છે. તે જ સમયે, વેપારીઓને વેપારી સંસ્થાઓ પર QR કોડનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકાય છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ICICI બેંક સહિત ચાર બેંકો ડિજિટલ રૂપિયાના છૂટક ઉપયોગના આ ટ્રાયલમાં સામેલ થશે. આ ટેસ્ટ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં થશે. ડિજિટલ રૂપિયાનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે અને વપરાશકર્તાઓ પાયલોટ ટેસ્ટમાં ભાગ લેનાર બેંકો દ્વારા ઓફર કરવામાં આવેલા ડિજિટલ વૉલેટ દ્વારા ઈ-રૂપિયામાં વ્યવહાર કરી શકશે

Next Story