/connect-gujarat/media/media_files/2025/12/18/scs-2025-12-18-21-05-38.jpg)
ચાંદીના ભાવમાં ગુરુવારે સતત બીજા દિવસે જોરદાર વધારો નોંધાયો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂપિયા 1,800 વધીને રૂપિયા 2,07,600 પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
બુધવારે ચાંદીનો ભાવ 7,300 વધીને રૂપિયા 200,000 પ્રતિ કિલોગ્રામને પાર કરીને 2,05,800 પર બંધ થયો હતો. આ વર્ષની શરૂઆતમાં (1 જાન્યુઆરી, 2025) ચાંદીનો ભાવ માત્ર રૂપિયા 90,500 પ્રતિ કિલોગ્રામ હતો. 18 ડિસેમ્બરે સોનાના ભાવ સ્થિર રહ્યા. 99.9ટકા શુદ્ધ સોનું (બધા કર સહિત) રૂપિયા 1,36,500 પ્રતિ 10 ગ્રામ બંધ થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 0.31ટકા ઘટીને 4,325.02 ડોલર પ્રતિ ઔંસ પર પહોચ્યો. જાણકારો અનુસાર સંભવિત યુએસ વ્યાજ દર ઘટાડા અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને કારણે સોનાની માંગ મજબૂત રહી છે.