ભારતીય શેરબજારમાં આજે સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 67,000ને પાર, નિફ્ટી 24.50 પોઈન્ટ ખૂલ્યું

New Update
ભારતીય શેરબજારમાં આજે સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 67,000ને પાર, નિફ્ટી 24.50 પોઈન્ટ ખૂલ્યું

આજે વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારમાં પણ સુસ્ત શરૂઆત થઈ છે.

સેન્સેક્સ 79.10 પોઈન્ટ અથવા 0.12% ઘટીને 67,018.34 પર અને નિફ્ટી 24.50 પોઈન્ટ અથવા 0.12% ઘટીને 19,808.70 પર હતો. લગભગ 1454 શેર વધ્યા, 670 શેર ઘટ્યા અને 126 શેર યથાવત છે.

પાવર ગ્રીડ કોર્પોરેશન, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એનટીપીસી નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા અને અપોલો હોસ્પિટલ ટોપ લુઝર્સ હતા.