છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ બાદ આજે ફરી વૈશ્વિક બજારનું દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકન શેરબજારમાં ઘટાડાને કારણે એશિયન બજારોમાં પણ આજે દબાણ જોવા મળ્યું અને ઘણા એક્સચેન્જોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60747.31ની સામે 57.83 પોઈન્ટ વધીને 60805.14 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18101.2ની સામે 20.10 પોઈન્ટ વધીને 18121.3 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42582.75ની સામે 59.25 પોઈન્ટ વધીને 42642 પર ખુલ્યો હતો. અગાઉના સત્રમાં સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 60,747 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 242 પોઈન્ટ વધીને 18,101 પર પહોંચ્યો હતો