સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટનો ઘટાડો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. શેર બજારમાં સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટનો ઘટાડો

New Update
stock

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. શેર બજારમાં સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 76,700 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 200 પોઈન્ટ ઘટીને 23,250 પર ટ્રેડ કરી રહ્યો છે

સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર એકમાં જ તેજી છે જ્યારે બાકીના 29 શેરો ઘટી રહ્યા છે. જયારે નિફ્ટીના 50 શેરોમાંથી બેમાં તેજી અને 48માં ઘટાડો છે. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 2.13%ના સૌથી મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ઓટોમાં 1.15%, મેટલમાં 1.31%, તેલ અને ગેસમાં 1.18% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.39%નો ઘટાડો છે.

Latest Stories