2023 શેરબજાર માટે યાદગાર વર્ષ હતું. રિટેલ રોકાણકારો અને સકારાત્મક પરિબળોના આધારે શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે 29 ડિસેમ્બર સુધી સેન્સેક્સમાં 19 ટકા અને નિફ્ટીમાં 20 ટકાનો વધારો થયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 81,90,598.32 કરોડ વધીને રૂ. 364.28 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે.
સ્મોલકેપ ઇન્ડેક્સ: 47.52 ટકા
મિડકેપ ઇન્ડેક્સઃ 45.52 ટકા ઉછળ્યો
સ્થાનિક બજારોએ આ વર્ષે તેમની સિદ્ધિઓમાં વધુ ઉમેરો કર્યો જ્યારે BSE લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય 29 નવેમ્બરે પ્રથમ વખત $4 ટ્રિલિયન સુધી પહોંચ્યું.
1990ના દાયકામાં પણ શેરબજારમાં રોકાણને સટ્ટાકીય ગણવામાં આવતું હતું. હવે ભારત બચતકારોને બદલે રોકાણકારોનો દેશ બની ગયો છે. વધુ લોકોએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાનું શરૂ કર્યું છે.