/connect-gujarat/media/media_files/2025/01/17/BrVcmiCzpK8Sjzx3YgIz.jpg)
નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે શેરબજારે સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. વાસ્તવમાં સેન્સેક્સ 26 અંક વધીને 77069 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 23277 પર હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 345 પોઈન્ટ ઘટીને 76697 પર પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 98 પોઈન્ટ ઘટીને 23213 પર આવી ગયો હતો. ત્રિમાસિક પરિણામો પછી રિલાયન્સના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે ઈન્ફોસિસમાં 4.59%નો જંગી ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારે ગુરુવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં તેની વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. સેન્સેક્સ 318.74 પોઈન્ટ અથવા 0.42 ટકા વધીને 77,042.82 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 98.60 પોઈન્ટ અથવા 0.42 ટકા વધીને 23,311.80 પર બંધ થયો હતો.