સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત સારી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે 23,551.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ નિફ્ટી 43.30 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 23,569.80 પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સની વાત કરીએ તો, 77,682.59 પર ખુલ્યા બાદ તે 221.40 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 77,841.61 પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સવારે TCSના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રી-ઓપનિંગ સેશનમાં શેરબજારે સારું પ્રદર્શન કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો.