વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. બજાર ખૂલતાંની સાથે જ નિફ્ટી 300 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે સેન્સેક્સ પણ લગભગ 1,000 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી બેન્કમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઉછાળો આઈટી શેર્સમાં જોવા મળ્યો, આ સિવાય કોલ ઈન્ડિયા, ઓએનજીસીમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો. જ્યારે SBI લાઈફ, અપોલો હોસ્પિટલ અને નેસ્લે ઈન્ડિયામાં ઘટાડો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી જોવા મળી રહી છે અને માત્ર 3 શેરોમાં ઘટાડો છે. ઇન્ફોસિસ 2.36 ટકાના વધારા સાથે રૂ. 2693 પર ટ્રેડ કરી રહી છે અને સેન્સેક્સમાં ટોપ ગેઇનર છે.