તા. 18થી 23 ડિસે. સુધી પોસ્ટ વિભાગની અનોખી સ્કીમ
રાજ્યમાં પોસ્ટ વિભાગે મુકી હતી ડિજિટલ સોનાની યોજના
સોવેરિયન ગોલ્ડ સ્કીમ છેલ્લા 5 દિવસમાં 6 કિલોની ખરીદી
ગોલ્ડ સ્કીમમાં કુલ રૂ. 19.17 કરોડનું 30 કિલો સોનું વેચાયું
6 કિલો ગોલ્ડની ખરીદી સાથે સુરત રાજ્યમાં પ્રથમ આવ્યું
પોસ્ટ વિભાગની ડિજિટલ ગોલ્ડ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં સુરતની હેટ્રિક જોવા મળી છે. સુરત 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે સમગ્ર રાજ્યમાં ફરી પ્રથમ ક્રમે આવ્યું છે. રાજ્યમાં તા. 18થી 23 ડિસેમ્બર સુધી પોસ્ટ વિભાગે ડિજિટલ સોનાની યોજના એટલે કે, સોવેરિયન ગોલ્ડ સ્કીમ મુકી હતી.
રાજ્યમાંથી છેલ્લા 5 દિવસમાં રૂ. 19.17 કરોડનું 30 કિલો સોનું વેચાયું હતું. જેમાં સુરત 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. પોસ્ટ વિભાગે ડિસેમ્બર-2022, જૂન-2023 અને ડિસેમ્બર-2023 એમ 3 વખત આ સ્કીમ મુકી હતી. આ 3 સ્કીમ મળીને રાજ્યમાંથી રૂ. 51.38 કરોડનું 89 કિલો સોનું વેચાયું છે. જોકે, ત્રણેય સ્કીમમાં દર વખતની જેમ આ વખતે પણ સુરતીઓ પ્રથમ રહ્યા હતા. ડિસેમ્બર-2022માં 1 ગ્રામ સોનાનો ભાવ રૂ. 5409 હતો, જ્યાં 2023માં સોનાનો ભાવ 6199 રૂપિયા રહ્યો છે. એટલે 1 જ વર્ષમાં સોનાના રૂ. 790 વધ્યા છે.