Connect Gujarat
બિઝનેસ

ટાટા મોટર્સે ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું

ટાટા મોટર્સે ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું
X

ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટે 10 લાખ કારના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે. આ પ્લાન્ટની સ્થાપના 10 વર્ષ પહેલા નાની કારના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. જો કે, ટાટા મોટર્સનો આ પ્લાન્ટ હવે ઇલેક્ટ્રિક વાહનો અને ફેક્ટરી-ફિટેડ CNG કાર માટેનું લોન્ચપેડ બની ગયું છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “1,100 એકરમાં સ્થપાયેલી ફેક્ટરીમાં 360 એકરમાં વેન્ડર પાર્કનો સમાવેશ થાય છે, કંપનીના કુલ કાર ઉત્પાદનમાં તે 20 ટકા ફાળો આપે છે.”શૈલેષ ચંદ્રાએ ઉમેર્યું હતું કે, “સાણંદ-1 પ્લાન્ટ માટે આ એક મોટું માઈલસ્ટોન છે. આ ફેક્ટરીની સ્થાપના જાન્યુઆરી 2010માં કરવામાં આવી હતી જ્યારે તેણે નાની કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

Next Story