/connect-gujarat/media/post_banners/8c1ba4bbfa6fd2c11c354aa83926a5a843faffb13b0e0f1e6434c6fa85f996fb.webp)
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. તમામ સેક્ટર લીલા નિશાનમાં ખૂલ્યા છે.
ઇક્વિટી માર્કેટમાં તેજીના વલણ વચ્ચે ગયા સપ્તાહે ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં રૂ. 1,33,707.42 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં નોંધાયો હતો. ગયા સપ્તાહે, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 990.51 પોઈન્ટ્સ અથવા 1.65 ટકા વધ્યો હતો. તેના કારણે ટોચની કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો હતો. ટોચની દસ કંપનીઓમાંથી સાતની મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે.
ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાં, RIL, Tata Consultancy Services (TCS), HDFC બેન્ક, Infosys, State Bank of India (SBI), HDFC Ltd અને ITCના માર્કેટ કેપમાં વધારો થયો છે. બીજી તરફ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં ઘટાડો નોંધાયો હતો.