Connect Gujarat
બિઝનેસ

સરકારે જાહેર કર્યાં GDPના આંકડા, 2022-23માં 7.2 ટકા રહ્યો વિકાસ દર

સરકારે જાહેર કર્યાં GDPના આંકડા, 2022-23માં 7.2 ટકા રહ્યો વિકાસ દર
X

કેન્દ્ર સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2022-23 અને ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. ગત વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો છે. તો વળી પુરા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, જીડીપીના આંકડા કોઈ પણ દેશ માટે ખૂબ જ જરુરી ડેટા હોય છે. હકીકતમાં તે દેશની અર્થવ્યવસ્થાને સમગ્ર તસવીર બતાવે છે.

દેશના રાજકોષિય ખાધ નાણાકીય વર્ષ 2023માં ઘટીને જીડીપીના 6.4 ટકા રહ્યુ. તે કેન્દ્ર સરકારના ટાર્ગેટ મુજબ છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2022માં દેશના રાજકોષિય ખાધ 6.7 ટકા રહ્યો હતો. કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સે બુધવારે 31 મેના રોજ જાહેર કરેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023માં કેન્દ્ર સરકારનું રાજકોષિય ખાધ 17.33 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે જીડીપીના 6.4 ટકા છે.

Next Story