/connect-gujarat/media/media_files/G2hwlSXGC1NKmZYzpK4J.jpg)
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 207 પોઈન્ટના ઉછાળા સાથે 76,231.92 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.20 ટકાના વધારા સાથે 23,212.70 પર ખુલ્યો.
બજાર ખુલતાની સાથે જ, નિફ્ટી પર ટાટા કન્ઝ્યુમર, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, ઝોમેટો, ઓએનજીસી વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે એચયુએલ, એચસીએલ ટેક્નોલોજીસ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
એશિયન બજારોમાં, જાપાનના નિક્કી 0.04%, હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ 0.17% અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.24% ની તેજી છે. 1 એપ્રિલના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.028% ઘટીને 41,989 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં 0.87% તેજી રહી, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 0.38% વધીને બંધ થયો. 1 એપ્રિલના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 5,901 કરોડ રૂપિયાના શેર વેચ્યા જયારે, સ્થાનિક રોકાણકારો (DII) એ 4,322 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.