સીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો, 15 કિલોના ડબ્બાએ રૂ.50 નો વધારો

New Update
સીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો, 15 કિલોના ડબ્બાએ રૂ.50 નો વધારો

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે. વિગતો મુજબ રાજ્યમાં મગફળીનો પાક તૈયાર થવાની વચ્ચે સરકારે આશરે 40 લાખ ટન પાકનો અંદાજ જાહેર કર્યો છે. આ તરફ હવે માવઠાના બહાના હેઠળ સૌરાષ્ટ્રની તેલ લોબીએ ફરી એકવાર એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં 15 કિલો ડબ્બાએ રૂ.50 નો વધારો ઝીંકી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે.

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ બજારમાં મગફળીની ધૂમ આવક સાથે અતિશય ઊંચા ભાવમાં આંશિક ઘટાડો થયા બાદ 20 તારીખે સીંગતેલ રૂ.2635-2685ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે મંગળવારથી શરૂ કરી 26 તારીખ સુધીમાં મહત્તમ રૂ. 2735 સુધી ભાવ પહોંચ્યા હતા. આ તરફ એક જ દિવસમાં રૂ.50ના વધારા સાથે હવે સીંગતેલનો ભાવ રૂ.2735-2785 પહોંચ્યો છે. આ તરફ અચાનક સિંગતેલના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઇ છે.

Read the Next Article

સોનાના ભાવમાં સતત ઘટોડો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણી લો આજનો સોના-ચાંદીનો ભાવ

16 ઓગસ્ટ આજે જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.

New Update
gold

16 ઓગસ્ટ આજે જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે?

Advertisment

શ્રાવણની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી હતી. 16 ઓગસ્ટ આજે જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે?

દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,380 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 92,940 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,230 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,840 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,280 રૂપિયા છે.

દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,200 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે.

યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અવકાશ આપ્યો છે.

તે જ સમયે, યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ટેરિફને કારણે ફુગાવાની ચિંતાઓને હળવી કરી છે. સોનાના ભાવમાં ફેરફારનું આ કારણ છે.

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવ ફરી 1.5 લાખ રૂપિયાને પાર કરી શકે છે. જોકે, તે પછી પણ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે. આ માહિતી 1 ઓગસ્ટ, 2025 ના રોજ અપડેટ કરવામાં આવી હતી, તેથી ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.

Today Gold Rate | Business News |  Gold and silver prices