/connect-gujarat/media/post_banners/ea8ca430d147dffd33a76c2d991df3d3554de229bf340510c24b92b91af0ea23.webp)
આજે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાય છે કે નહીં..!
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની(Crude Oil Price) કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. તા. 24 ડિસેમ્બર, 2022 એટલે કે, શનિવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની(Brent Crude Oil Price) કિંમતમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો છે, અને તે 3.63 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ $83.92 પર પહોંચી ગયો છે. તો બીજી તરફ, WTI ક્રૂડ ઓઈલની કિંમતની વાત કરીએ, તો તે હવે 2.67 ટકાના વધારા સાથે 79.56 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આજે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ ગયા છે કે નહીં?
હવે, તમને જણાવી દઈએ કે, દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે તેના જૂના ભાવ પર જ સ્થગિત છે. વધુ જણાવીએ કે, રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં કેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે.
આ સાથે જ વિવિધ રાજ્યો-શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ…
દિલ્હી - પેટ્રોલ રૂ. 96.72 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
ચેન્નાઈ - પેટ્રોલ રૂ. 102.63 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
કોલકાતા - પેટ્રોલ રૂ. 106.03 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
અમદાવાદ - પેટ્રોલ રૂ 96.42 પ્રતિ લીટર , ડીઝલ 92.17 પ્રતિ લીટર
રાજકોટ - પેટ્રોલ રૂ 96.19 પ્રતિ લીટર, ડીઝલ 91.95 પ્રતિ લીટર
વડોદરા - પેટ્રોલ રૂ 96.04 પ્રતિ લીટર, ડીઝલ 91.78 પ્રતિ લીટર
સુરત - પેટ્રોલ રૂ 96.30 પ્રતિ લીટર, ડીઝલ 92.06 પ્રતિ લીટર