Connect Gujarat
બિઝનેસ

જોરદાર તેજી સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો

જોરદાર તેજી સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો
X

સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 773.08 પોઈન્ટ અથવા 1.46% વધીને 53565.31 પર અને નિફ્ટી 240.40 અંક અથવા 1.52% વધીને 16049.80 પર ખુલ્યો. લગભગ 1547 શેરમાં તેજી આવી છે, 257 શેરમાં ઘટાડો આવ્યો છે અને 64 શેરમાં કોઇ જ ફેરફાર નથી થયા. JSW સ્ટીલ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ નિફ્ટીમાં પર ટોપ ગેનર રહ્યાં. ભારતીય રૂપિયો શુક્રવારના રોજ 77.72 ના મુકાબલે 23 પૈસા વધીને 77.49 પ્રતિ ડૉલર પર ખુલ્યો. ટાટા સ્ટીલ, એસબીઆઈ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ટાઇટન, એચયુએલ અને એલએન્ડટી પ્રત્યેક 1.7-3% વધવા સાથે સેન્સેક્સના તમામ શેરો ઉંચા સ્તરે ખુલ્યા હતા. વ્યાપક બજારોમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા સુધી વધ્યા.

Next Story