Connect Gujarat
બિઝનેસ

શેર માર્કેટમાં કડાકો બોલ્યો, ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા

શેર માર્કેટમાં કડાકો બોલ્યો, ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા
X

આજે બુધવાર 18 ઓક્ટોબરના રોજ માર્કેટમાં કડાકો બોલ્યો છે. આજે ફરી શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેન્ક એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું હતું અને બજાર દિવસના સૌથી નીચલા સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.

એનર્જી, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ હતું જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 551.07 પોઈન્ટ્સ અથવા 0.83 ટકાના ઘટાડા સાથે 65,877.02 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 140.40 પોઈન્ટ અથવા 0.74 ટકાના ઘટાડા સાથે 19671.10 ના સ્તર પર બંધ થયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેન્ક નિફ્ટીના ટોપ લૂઝર હતા. સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા.

Next Story