/connect-gujarat/media/media_files/AuIg9XEjJ7We2dgteriU.jpeg)
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે લ્યુંશેરબજાર લાલ નિશાન પર ખુ. બીએસઈ પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,890.25 પર ખુલ્યો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો. રૂપિયો 86.55 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ 86.67 થી 0.11 ટકા વધુ છે.
એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.0053%નો ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 2.96% ઘટ્યો અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.77% ની તેજી છે. 20 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,311.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ પણ 3,907.64 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.