શેરબજાર આજે ફરી આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. મંગળવારે સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ સેન્સેક્સ 82,675.06 પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,313.40 પર ખુલ્યો હતો. આજનો ઇન્ટ્રા-ડે હાઇ 25,321.70 છે. સેન્સેક્સમાં સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, TCSના શેરમાં વધારો જોવા મળ્યો છે. ટાટા મોટર્સના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બજાજ ફાઇનાન્સના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. અને બજાજ ફિનસર્વના શેરના ભાવમાં 0.72 ટકાનો ઘટાડો થયો છે.
ગઇકાલે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ સતત 10મા સત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 194.07 પોઈન્ટ અથવા 0.24 ટકા ઉછળીને 82,559.84 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે 359.51 પોઈન્ટ વધીને 82,725.28ની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો.
શેરબજાર આજે ફરી આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ
Featured | બિઝનેસ | સમાચાર, શેરબજાર આજે ફરી આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. મંગળવારે સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ સેન્સેક્સ 82,675.06 પર પહોંચી ગયો હતો.
New Update
Latest Stories